Humour

અલા જય 370 તો ગઈ… એમાં મારે શું ને મારું શું??

 

એલા… ઈ જ તો ક્યારનો હમજાવું છું કે જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવી લેવામાં આવી એમાં તારે, મારે ને બાકી બધાંયને શું…

જો સૌથી પહેલાં તો,

જમ્મુ કાશ્મીર હવે એક અલગ રાજ્ય નહિ રહે…

એટલે તારા છોકરાને દેશમાં કેટલાં રાજ્યો છે ઈ ગણવામાં એક ઓછું ગણવાનું ને… થ્યો કે નહિ ફાયદો!!

370ની હારે-હારે 35A પણ નકામો…

એટલે હવે આખા દેશને જે કાયદા-કાનૂન લાગુ પડે છે, જે વિકાસ યોજનાઉં લાગુ પડે છે, ઈ હંધુય ન્યાં પણ લાગુ પડશે… કોઈને કાંઈ ખાસ નહિ… આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા હોં!!

બીજા રાજ્યોના લોકો કરી શકશે કાશ્મીરમાં નોકરી…

જો હવે તું ભાભીથી કંટાળ્યો હોય ને અમદાવાદને બદલે ગાંધીનગરમાં નોકરી લઈ લેવાનું વિચારતો હોય તો સીધો કાશ્મીર જ વયો જા ને ન્યાં નોકરી લઈ લે… ઈ તો આમેય સ્વર્ગ છે, ને ભાભી વગર તો સ્વર્ગ પે સુહાગા!!

બીજા રાજ્યના લોકો ખરીદી શકશે કાશ્મીરમાં પ્રોપર્ટી…

તારું તો તું જાણે બકા, પણ આપણે તો ન્યાં ગુલમર્ગમાં પ્લોટ લઈને પટેલ-વાડી ખોલવાનો પ્લાન કરી લીધો છે… હેઈ ને ધંધા-ધાપા જોરમાં હાલશે હોં…

હવે કાશ્મીરમાં નહિ હોય અલગ ઝંડો...

અલ્યા હવે તો અંબાજીમાં ધજા ચડાવા જાઈએ છીએ ને ઈ ઘોડ્યે કાશ્મીર પહોંચી જાશું આપણો તીરંગો ઝંડો લઈને… અને ફરકાવી દેશું દેશના માથા પર ઈજ્જતથી…

બહાર લગ્ન કરવાથી પ્રોપર્ટીમાંથી બેદખલ નહિ થાય યુવતીઓ…

એટલે એમ કે જો ત્યાંની કોઈ સુંદર મજાની કાશ્મીરી છોકરીને મારી હારે પ્રેમ થઈ જાય અને અમે પરણી જાઈએ તો પણ ઈ કાશ્મીરમાં સંપત્તિ ધારણ કરી શકશે…

અને બકા, હવે તો કેન્દ્ર સરકારને કોઈપણ કાયદા ઘડવા, લાગુ કરવા કે નિર્ણયો લેવામાં કોઈની સાડાબારી નહિ હોં… પાછું રાઇટ-ટુ-ઇન્ફર્મેશન અને રાઇટ-ટુ-ઍજ્યુકેશન પણ લાગુ એટલે પ્રજાને કેટલી શાંતિ… ટૂંકમાં પેલા તીન તીગાડાએ જો કામ બીગાડા હૈ ને વો સુધર જાયેગા… હમજ્યો કે નહિ?

તો હાલ હવે ગાઈએ… ઓ મેરી મહેબૂબા… મહેબૂબા, મહેબૂબા… તુજે જાના હૈ તો જા… તેરી મરજી મેરા ક્યા!!

548 Views
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published.

Back to top button
Close