History

આપણો ભારત દેશ કંઇક અવનવી, આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાસ્તવિકતાઓ ધરાવે છે.

આ દેશ એવો છે કે જેના વિશે આપણે જેટલું પણ જાણીએ, ઓછું જ છે. ચાલો આજે કેટલીક અવનવી વાસ્તવિકતાઓ વિશે જાણીએ..

૧. ભારતનું સૌપ્રથમ રોકેટ સાયકલ દ્વારા લઇ જવામાં આવ્યું.

ભારત માં વર્ષ ૧૯૬૩માં, ઇસરોએ પોતાનું પ્રથમ રોકેટ ટૂમ્બાના એક ચર્ચમાંથી, આધુનિક સમયના ત્રિવેન્દ્રમની સીમમાં લોન્ચ કર્યો હતો. કહેવાય છે કે રોકેટને સાયકલ પર લઈ જવામાં આવ્યું હતું. લોન્ચિંગ પેડ પછીથી વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટર(VSSC) તરીકે જાણીતું બન્યું.

 

૨.વિશ્વનો સૌથી ઉંચો રેલવે બ્રિજ

એફિલ ટાવર કરતાંપણ ૩૫મીટર ઉંચો, જમ્મુ-કાશ્મીરનો કમાન આકારનો ચેનાબ પુલ વિશ્વનો સૌથી ઉંચો રેલ્વે બ્રિજ છે. તે ચેનાબ નદીની ઉપર ૧,૧૭૮ફુટની ઉંચાઈ પર છે.

 

૩. ફ્લોટિંગ પોસ્ટઓફીસ

ભારત વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં પોસ્ટ ઓફિસો ધરાવે છે. પરંતુ તે માત્ર એ માટે જ પ્રખ્યાત નથી, શ્રીનગરના દાલ તળાવ પર તેની પોતાની ફ્લોટિંગ પોસ્ટ ઓફિસ છે. એટલું જ નહીં તે હાઉસબોટ પર જ ટપાલ-ટિકીટોનું સંગ્રહાલય છે. ભારત વિશે આ અસામાન્ય હકીકત વિશે શું તમને જાણ હતી?

 

૪. શનિ-સિંગણાપુર

પૌરાણિક ૩૦૦ વર્ષોથી દરરોજ ૪૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓને જે આકર્ષે છે, તેવું મહારાષ્ટ્રનું આ ગામ કોઈ વિશિષ્ટતાથી ઓછું નથી. આ છે મહારાષ્ટ્ર રાજ્યમાં સ્થિત શનિ-સિંગણાપુર. આ ગામની વિશેષતા એ છે આ ગામમાં કોઇપણ દરવાજા અને તાળાઓ નથી. ગ્રામજનો ભગવાન શનિને ગામના રક્ષક માને છે તેથી તેઓ દરવાજા કે તાળા વગર પણ શાંતિથી ઊંઘી શકે છે. એ આશ્ચર્યની વાત છે કે તેઓ વરસાદને કેવી રીતે દૂર રાખતા હશે.!.

 

૫. કુંભ મેળો

ભારત જેવા સંસ્કારી દેશમાં કુંભ મેળો એક આધ્યાત્મિક મેળો છે જે ઉત્તર ભારતમાં ૧૨વર્ષમાં એકવાર ભરાય છે. વર્ષ ૨૦૧૧માં, આ ધાર્મિક મેળાવડો એટલો વિશાળ હતો કે તે ઉપગ્રહ દ્વારા અવકાશમાં દેખાઈ રહ્યો હતો. તેમાં ૭૦કરોડથી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો.

દોસ્તો, મજા આવી ને? આવી કંઇક અનોખી હકીકતોને અમે લાવતા રહીશું. વધુ આવતા અંકે..

10,890 Views
Show More

Related Articles

Back to top button
Close