Science & Technology

એપલ કાર્ડ મેળવવા માટે આતુર? તો હવે આવી ગયો છે ઈંતેજારનો અંત… જાણો કોણ મેળવી રહ્યું છે એપલ કાર્ડ!!

સીઇઓ ટિમ કૂક દ્વારા ઓગસ્ટ મહિનામાં એપલ કાર્ડની ઉપલબ્ધિની જાહેરાત પછી એપલ દ્વારા 6 ઓગસ્ટથી પોતાના નવા બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની પ્રારંભિક રજૂઆત શરૂ કરી હતી, જેના માટે જે લોકોએ આ અંગે “નોટીફિકેશન” મેળવવા માટે સાઇન અપ કર્યું હતું તેઓને ખાસ ઇ-મેઇલ આમંત્રણો મોકલવામાં આવ્યા હતા. સામાન્ય લોકો માટે આ કાર્ડ આ મહિનાના અંત પછી ઉપલબ્ધ બનશે.

જાણો કેમ અગત્યનું છે એપલ કાર્ડ…

ગોલ્ડમેન સાશ અને માસ્ટરકાર્ડ સાથે જોડાણ કરીને આ એપલ કાર્ડ સાથે હવે એપલ ફાયનાન્સની દુનિયામાં પોતાનું સ્થાન મજબૂત બનાવશે. કોઈ વાર્ષિક ફી, લેટ ફી અથવા ઓવર-ધ-લીમીટ ફીસ વગર આ કાર્ડ વપરાશકર્તાઓને સરળતા અને સુરક્ષિત ટ્રાન્ઝેક્શન્સનો વિશ્વાસ અપાવશે.

આઇઓએસ 12.4 પર આઇફોન વોલેટ એપ્લિકેશન દ્વારા કાર્ડનું સાઇન-અપ અને વ્યવસ્થાપનનું સંચાલન કરવામાં આવે છે. આ જ એપ્લિકેશન પર રસ ધરાવતા વપરાશકર્તાઓ કાર્ડ માટે અરજી કરી શકે છે અને જો મંજૂરી મળી જાય તો આ જ એપ્લિકેશનથી તુરંત જ ડિજિટલ કાર્ડનો ઉપયોગ શરૂ કરી શકાય છે.

તમામ વધારાના ખર્ચ અને ફીસ દૂર કરવાની સાથે એપલનું કેશબેક કાર્ડ આ કાર્ડથી સીધી કરવામાં આવેલી ખરીદી પર 3% કેશબેક આપશે (ડિજિટલ ખરીદી અને સબ્સ્ક્રિપ્શન્સ સહિત), એપલ પેનો ઉપયોગ કરીને કરવામાં આવેલી કોઈપણ ખરીદી પર 2% કેશબેક અને ફીઝીકલ ટાઇટેનિયમ કાર્ડથી કરેલી ખરીદી પર 1% કેશબેક આપશે.

કંપનીની “ડેઇલી કેશ” નામની વિશેષતા દ્વારા રોજેરોજ કેશબેક તમારા ખાતામાં ચૂકવવામાં આવશે અને તેનો ઉપયોગ તમારા બિલ ચૂકવવા અથવા એપલ કેશ દ્વારા મિત્રોને મોકલવા માટે થઈ શકે છે. તમે એપલ કેશને તમારા બેંક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકો છો.

એપલ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં વપરાશકર્તાઓની ગોપનીયતા અને સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમનો ડેટા પણ સલામત રહે છે અને ટ્રાન્ઝેક્શન્સ પણ. તેઓએ ક્યારે શું ખરીદી કરી અને કેટલાં નાણાં ચૂકવ્યા તે ડેટા ક્યાંય લીક નહિ થઈ શકે. આ કાર્ડ પર વપરાશકર્તાનું નામ અને એપલનો લોગો જ હશે, જ્યારે કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ, સીવીવી નંબર અને સહી કાર્ડની અંદર જ સ્ટોર કરેલાં રાખવામાં આવશે.

 

 

Source: Cnet

આ કાર્ડની સલામતી માટે તેને એક ખાસ નંબર આપવામાં આવેલો હશે, જે આઇફોનમાં સલામત રીતે

સાચવીને રાખવામાં આવેલો હશે. વળી, વપરાશકર્તાઓ પોતાના ચહેરાથી કે સ્પર્શથી તેનો વપરાશ ઓથોરાઇઝ કરી શકશે.

 

એપલ કાર્ડથી થતા તમામ ટ્રાન્ઝેક્શન્સ એપની મદદથી સરળતાથી જોઈ શકાશે. અન્ય કાર્ડ્સના સ્ટેટમેન્ટ્સમાં ખરીદી ખરીદી ક્યાં અને શાની થઈ હતી તે સરળતાથી દેખાતું નથી, જ્યારે એપલે પ્રત્યેક વેચાણકર્તા અને સ્થળનું નામ સરળતાથી દેખાય એવી વ્યવસ્થા કરી છે. એટલું જ નહિ મનોરંજન, શોપિંગ અને ખાણીપીણી જેવી અલગ અલગ કેટેગરીઝમાં તેને લગતા ખર્ચની નોંધણી થવાથી વપરાશકર્તા સરળતાથી જાણી શકશે કે તેણે શેમાં વધુ ખર્ચ કર્યો છે. આ રીતે વપરાશકર્તાઓ પોતાના ખર્ચનું બજેટ પણ બનાવી શકશે.

જો આ કાર્ડ ખોવાઈ જાય અથવા તમારો આઈફોન ચોરાઈ જાય તો આઇક્લાઉડમાં લોગ-ઈન કરવાથી તમે તમારા પેમેન્ટને ફ્રીઝ કરી શકો છો કે બંધ કરી શકો છો. અને હા, નવું ફિઝીકલ કાર્ડ કે નંબર મેળવવા માટે કોઈ ફી પણ નથી, તમારે આ માટે ફક્ત ગોલ્ડમેન સાશને એક કૉલ કરવાનો રહેશે.

795 Views
Show More

Related Articles

Back to top button
Close