હવે જમ્મુ-કાશ્મીરથી અલગ થઈને કેન્દ્ર-શાસિત પ્રદેશ બન્યું લદ્દાખ… જાણો શું થશે ફેરફાર…

ભારતના ઈતિહાસના સૌથી ક્રાંતિકારી નિર્ણયના પગલે રાષ્ટ્રપતિના આદેશથી કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવી દીધી છે જેના પરિણામે લદ્દાખ હવે વિધાનસભામાં કેન્દ્ર-શાસિત પ્રદેશ બન્યો છે. આ નિર્ણયથી લદ્દાખમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે કારણ કે હવે અહીંના સ્થાનિક લોકો પ્રગતિ સાધી શકશે અને પોતાના જીવનના ધ્યેયોને હાંસલ કરી શકશે. લદ્દાખમાં ટુરિઝમનો ધાર્યો વિકાસ થઈ શકશે જેથી અહીંના સ્થાનિક લોકો માટે વિકાસની નવી ક્ષિતીજો વિસ્તરશે. રોજગારીની નવી તકો ઊભી થશે અને અહીં લોકો શાંતિપૂર્ણ વાતાવરણમાં જીવી શકશે.
લદ્દાખમાં ઘણા સ્થળોએ મળેલા શિલાલેખો સૂચવે છે કે આ સ્થળ નવ-પાષાણકાળથી સ્થાપિત છે અને સિંધુ નદી આ સ્થળની જીવાદોરી છે. અહીંના મોટાભાગના ઐતિહાસિક અને વર્તમાન સ્થળો જેવાં કે લેહ, શે, બાસગો, તીંગમોસગંગ વગેરે સિંધુ કિનારે વસેલાં છે. સિંધુ એ હિન્દુ ધર્મની આદરણીય નદી છે, જે ફક્ત લદ્દાખમાં વહે છે. લદ્દાખના કુદરતી સૌંદર્યને માણવા માટે પ્રવાસીઓ સદા આતુર રહે છે અને કેન્દ્ર સરકારના આ નવા નિર્ણયની સાથે હવે આ સ્થળે પ્રવાસનનો વિકાસ વધુ તીવ્ર ગતિએ થશે.