News

ખોટા વ્હોટ્સએપ ફોરવર્ડથી ચેતો

કોરોના વાયરસના pH સ્તરનો અને ફળો ખાવાનો મેસેજ તદ્દન ખોટો

આજ-કાલ વ્હોટ્સએપમાં વધારે pH લેવલ ધરાવતાં ફળો ખાવાથી કોરોના મટી શકે છે તેવો મેસેજ ફરી રહ્યો છે. આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોના વાયરસનું pH સ્તર 5.5થી 8.5 વચ્ચે રહે છે એટલે જો તમે એવો ખોરાક ખાવ કે જે તમારા pH સ્તરને વધારી દે તો કોરોના વાયરસને હરાવી શકાય છે.

See the source image

Image : source

આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે લિંબુ, એવોકેડો અને નાંરગી જેવા ફળો, ચૂનો, લસણ, કેરી, અનાનસ, ડન્ડેલિયન વગેરેનું pH સ્તર કોરોના વાયરસ કરતા વધારે હોય છે. એટલે આવા ફળો ખાવાથી કોરોના થતો નથી.

See the source image

Image : source

જાણો હકીકત

એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ આવા ફોરવર્ડ કરલાં મેસેજિસની ખરાઈ કરવી જરૂરી છે. આવા મેસેજિસ દ્વારા ભ્રામક જાણકારીઓ ફેલાવવામાં આવી રહી છે. હકીકત તો એ છે કે WHO એ કોરોના વાયરસના pH સ્તરને લઈને કોઈ જ માહિતી જાહેર કરી નથી. તેથી જે કોઈપણ આવા દાવા કરી રહ્યું છે તે તદ્દન પાયાવિહોણા અને ખોટા છે.

See the source image

Image: source

હા, ખાટા ફળો ખાઈને રોગપ્રતિકારક શક્તિ વધારવી મહત્વપૂર્ણ છે પરંતુ કોરોના વાયરસના pH સ્તર અંગેની જાણકારી અત્યંત ભ્રામક છે. આ મેસેજમાં આપવામાં આવેલી મોટાભાગની જાણકારીનો કોઈ જ આધાર નથી અને તેને સહાયક કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

1,680 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close