LifestylePositive stories

ભગવાન પાસે દીવો પ્રગટાવવાની આદત ન હોય તો આજથી શરુ કરી દો, થાય છે આ અધધધ ફાયદા…

જ્યારે તમે પૂજા કરતા હશો ત્યારે તમે હાથ જોડો છો, અગરબત્તી સળગાવો છો, કે પછી દીવો પ્રકટાવો છો.

See the source image

Image : source

જો તમે ભગવાન પાસે નિયમિતપણે દીવો પ્રગટાવો છો તો તમારી આ આદત તમને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.

આજે આપણે દીવો પ્રકટાવવાના ફાયદા વિશે જાણીએ.

તમને ખબર નહિ હોય, પણ દીવો પ્રકટાવવાથી માત્ર ઘરની શોભા જ નથી વધતી,પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ નિરોગી રહે છે.

હિન્દુ પરંપરા અનુસાર,પૂજામાં દીવો પ્રકટાવવાની માન્યતા છે. દીવો એ પાત્ર છે, જેમાં ઘી કે તેલ નાખીને રુથી જ્યોતિ પ્રકટાવવામાં આવે છે. પારંપરિક રીતે માત્ર માટીના જ દીવા પ્રકટાવવામા આવે છે, પરંતુ હવે લોકો પોતાના ઘરમાં ધાતુના દીવામાં પણ દીવો પ્રકટાવે છે.

See the source image

Image : source

દીપક પ્રકટાવવા પાછળ ઘરના વડીલો તર્ક આપે છે કે તેનાથી ઘરમાં અંધકાર દૂર થાય છે. પરંતુ તેના ફાયદાના વાત તો વિજ્ઞાનમાં પણ કરવામાં આવી છે. જો તમે ઘી કે સરસવના તેલનો દીવો પ્રકટાવ્યો હોય તો દીવાની જ્યોતથી ઉડતો ધુમાડો ઘર માટે એર પ્યુરીફાયરનું કામ કરે છે. ઘી અને તેલની સુગંધ ઘરની હવામાં રહેલા હાનિકારક કણો બહાર કાઢી દે છે. સાથે જ દીપકની તરંગો ઘરમાં રહેલી ઉદાસીનતા દૂર કરવામાં પણ મદદ કરે છે.

માનવામાં આવે છે કે, તેલની દીવાની અસર તે બૂઝાઈ ગયા બાદ અડધા કલાક સુધી વાતાવરણમાં રહે છે. તો ઘીનો દીવો બૂઝાઈ ગયા બાદ પણ અંદાજે ચાર કલાક સુધી વાતાવરણને સાત્વિક બનાવી રાખે છે. તેનાથી અસ્થમાના દર્દીઓને બહુ જ ફાયદો પહોંચે છે. દીવો ઘરની બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.

See the source image

Image : source

ખાસ કરીને જ્યારે દીવાની સાથે એક લવિંગ પણ બાળવામાં આવે. તેનાથી અસર બે ગણી થઈ જાય છે. ઘીમાં ચામડીના રોગ દૂર કરવાના તમામ ગુણ છે. આ કારણે માનવામાં આવે છે કે, ઘીનો દીવો પ્રકટાવવાથી ઘરમાંથી રોગ દૂર થાય છે. તેના દ્વારા પ્રદૂષણ પણ દૂર થાય છે. ઘીનો દીવો પ્રકટાવવાનો ફાયદો આખા ઘરને મળે છે, પછી ભલે કોઈ વ્યક્તિ પૂજામાં સામેલ થઈ હોય કે નહિ.

See the source image

Image : source

હકીકતમાં જ્યારે દીવામાં નાખેલું ઘી આગના સંપર્કમાં આવે છે, ત્યારે વાતાવરણને પવિત્ર બનાવે છે.

2,072 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close