સલમાને કર્યો ખુલાસો : લોકડાઉનને લીધે 30 વર્ષના કેરીયરમાં લીધો સૌથો મોટો બ્રેક

બોલીવુડના સુપરસ્ટાર સલમાન ખાને ગુરુવારે કહ્યું કે તેણે છેલ્લા 30 વર્ષમાં ક્યારેય કામ માંથી આટલો લાંબો વિરામ લીધો નથી, જે તેણે કોરોનાવાયરસને ફેલાતો અટકાવવા માટે અમલમાં મૂકાયેલા લોકડાઉન દરમિયાન કરવું પડ્યું હતું. સલમાને આ ટિપ્પણી એક ખાનગી ચેનલ શો બિગ બોસ પર ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી. સલમાન 3 ઓક્ટોબરથી બિગ બોસની આગામી સીઝનનું આયોજન કરવા જઇ રહ્યો છે.
તેમણે કહ્યું, “છેલ્લાં છ મહિનામાં કામ ન કરવું એ મારા માટે સૌથી તણાવપૂર્ણ રહ્યું. મેં છેલ્લા 30 વર્ષમાં પણ આટલી રજાઓ પાડી નથી. જોકે, મારે આ રજા બળજબરીથી લેવી પડી.”
બોલિવૂડ સુપરસ્ટારે કહ્યું કે અગાઉ તેણે વર્ષના અંતમાં રજા લેવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે બિગ બોસના કાર્યક્રમને કારણે તેમને આ નિશ્ચિત રજાઓ કાપવી પડશે. લોકડાઉનની જાહેરાત થયા બાદ સલમાન ખાન તેના પરિવાર સાથે પનવેલના ફાર્મ હાઉસમાં ચાલ્યો ગયો હતો. આ અંગે ખાને કહ્યું કે તેમણે આ નિર્ણય તેમની સાથે બાંદ્રાના એપાર્ટમેન્ટમાં રહેતા માતા-પિતાની તબિયતને ધ્યાનમાં રાખીને લીધો છે.
Source : Image