Positive stories

આવા કોઈ બાળગીતો હજી પણ યાદ છે તમને?

આજકાલ બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવવાની ફેશન થઈ ગઈ છે. અંગ્રેજી ભાષામાં બાળકોને poems ભણવામાં આવે! પણ શું તમને એવી કોઈ poem યાદ છે જે હજી પણ મોટાના હોઠો પર રમતી હોય?

See the source image

Image : source

ગુજરાતી સાહિત્યનો વારસો એટલો વિશાળ છે કે એમાં કવિતાઓનો ખજાનો છે, બોધ શીખવતા પાઠ છે. નાનપણમાં શાળામાં બાલવાડીમાં ભણાવેલા આ બાળગીતો હજી પણ આપણી સ્મૃતિમાં કેદ છે.

See the source image

Image : source

વિસરાઇ ગયેલા બાળગીતો :
~~~~~~

See the source image

Image : source

મામાનું ઘર કેટલે
દીવો બળે એટલે
દીવા મેં તો દીઠા
મામા લાગે મીઠા
મામી મારી ભોળી
મીઠાઈ લાવે મોળી
મોળી મીઠાઈ ભાવે નહિ
રમકડાં તો લાવે નહિ
—————————————-

See the source image

Image : source

અડકો દડકો
દહીંનો દડકો
દહીં દૂજે, દરબાર દૂજે
વાડી માંહીનો વેલો દૂજે
ઉલ મુલ ધતુરાનું ફુલ
ખાઈ જા શેરડી ખજૂર
—————————————-

See the source image

Image : source

હાથીભાઈ તો જાડા
લાગે મોટા પાડા
આગળ ઝૂલે લાંબી સૂંઢ
પાછળ ઝૂલે ટૂંકી પૂંછ
—————————————-

See the source image

Image : source

વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા
ચપટી બોરા લાવતા
છોકરાઓને સમજવતા
એક છોકરો રિસાણો
કોઠી પાછળ ભિંસાણો
કોઠી પડી આડી
છોકરે રાડ પાડી
અરરર માડી
—————————————-

See the source image

Image : source

મેં એક બિલાડી પાળી છે
તે રંગે બહુ રુપાળી છે
તે હળવે હળવે ચાલે છે
ને અંધારામાં ભાળે છે
તે દૂધ ખાય, દહીં ખાય
ઘી તો ચપ ચપ ચાટી જાય
તે ઉંદરને ઝટપટ ઝાલે
પણ કૂતરાથી બીતી ચાલે
તેના ડીલ પર ડાઘ છે
તે મારા ઘરનો વાઘ છે
—————————————

See the source image

Image : source

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો
આજની દોડધામભરી જિંદગીમાં દરેક પાસે સમયનો અભાવ છે. પણ ક્યારેક સમય કાઢીને તમારા ભૂલકાંઓને પણ આ બાળગીતો શીખવશો તો આપણો ગુજરાતી બાળગીતોનો આ ભવ્ય વારસો જળવાઈ રહેશે.
આ સિવાય તમને પણ કોઈ બાળગીતો યાદ હોય તો નીચે ક્મેન્ટ બોક્સમાં જરૂર શેર કરશો.

8,171 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close