News

ફરીથી લંબાઈ બે મહિના માટેની મુદ્દત , હવે 30 નવેમ્બર સુધીમાં કરો ઈન્કમટેક્સ રીટર્ન ફાઇલ

કોરોના સંકટને કારણે કેન્દ્ર સરકારે ફરી એકવાર આવકવેરા ભરનારાઓને મોટી રાહત આપી છે. હવે કરદાતાઓ 30 નવેમ્બર સુધીમાં તેમના ઈન્કમટેક્સ રીટર્ન (આઈટીઆર) ફાઇલ કરી શકશે. તેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી હતી.

હકીકતમાં, આકારણી વર્ષ 2019-20 માટે આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2020 સુધી વધારી દેવામાં આવી છે. આઇટીઆર ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી, પરંતુ કોરોના કટોકટીના કારણે, સમયમર્યાદા ત્રણ વાર વધારવામાં આવી છે. હવે કરદાતાઓને વધુ બે મહિનાનો સમય મળી ગયો છે, ત્યારબાદ હવે લોકો 30 નવેમ્બર પહેલા સરળતાથી પોતાનું આઈટીઆર ફાઇલ કરી શકશે.

સીબીડીટીનું કહેવું છે કે કોરોના સંકટને કારણે લોકોને આ રાહત મળી છે. સીબીડીટીએ જણાવ્યું હતું કે 1 એપ્રિલ, 2020 થી 29 સપ્ટેમ્બર, 2020 સુધીમાં 33.54 લાખ કરદાતાઓના 1,18,324 કરોડ રૂપિયા પરત આપ્યા હતા. જેમાં 32,230 કરોડ રૂપિયા કરદાતાઓના અને 86,094 કરોડ રૂપિયા કોર્પોરેટ ટેક્સ તરીકે રીટર્ન થયા.

સીબીડીટી અનુસાર, 30 નવેમ્બર પછી આઇટીઆર ફાઇલ કરનારાઓને દંડ કરવામાં આવશે. જો તમે આ સમયમર્યાદા સુધી આવકવેરા રીટર્ન ફાઇલ કરશો નહીં, તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મહત્વનું છે કે, આવકવેરા રીટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ માટે નવું 26AS ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નવા ફોર્મની સાથે રીટર્ન ભરવાનું સરળ થઈ ગયું છે. આઇટીઆર ફાઇલ કરતી વખતે આવકના તમામ સ્રોતોનો ઉલ્લેખ કરવો જરૂરી છે, આ સિવાય કોઈ ખોટી માહિતી આપશો નહીં.

Image : source

2,117 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close