Entertainment

TV કપલ સનમ – એબીગેલ પર ડ્રગ્સ લેવાનો થયો કેસ, NCB કરશે પૂછતાછ

ડ્રગ્સના કેસમાં ટીવી કપલ સનમ જોહર અને એબીગેલની મુશ્કેલીઓ વધી છે. મુંબઇ એનસીબીએ બંને વિરુધ્ધ ડ્રગ લેવાનો કેસ નોંધ્યો છે. બંનેની બુધવારે -ગુરુવારે એનસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીએ કપલના ઘરે રેડ પણ કરી હતી. જેમાં તેના ઘરમાંથી ડ્રગ મળી આવ્યો હતો. તેની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પરંતુ એનસીબી ફરીથી તેને પૂછપરછ માટે બોલાવશે.

સનમ અને એબીગેલનું નામ ડ્રગના એક પેડલરના નિવેદનમાં સામે આવ્યું છે. હજી સુધી સનમ અને એબીગેલ ડ્રગ્સના કેસમાં ફસાઈ ગયા પછી કોઈ પ્રતિક્રિયા આપી નથી. બંને ટીવી વર્લ્ડના પ્રખ્યાત યુગલો છે. તેઓએ સાથે ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. સનમ વ્યવસાયે કોરિયોગ્રાફર છે અને એબીગેલે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. સનમ-એબીગેલ એનસીબી રડાર પર બોલિવૂડના સેલેબ્સ પછીના પ્રથમ ટીવી સેલેબ્સ છે.

Source : Image 

1,446 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close