Science & Technology

આવતા મહિને બજારમાં આવશે આ ડિવાઈસ, હવામાં પકડશે ‘કોરોના’

કોરોના વાયરસ હવામાં હાજર છે કે નહીં? આગામી દિવસોમાં તે શોધવાનું સરળ થઈ શકે છે. કેનેડિયન કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક ગેમ ચેન્જિંગ ડિવાઇસ બનાવ્યું છે જે હવામાં કોરોના વાયરસ શોધી શકે છે.

કંટ્રોલ એનર્જી કોર્પ નામની કંપની પહેલાથી જ ઇન્ડોર એર ક્વોલિટી એન્ડ મોનિટરિંગ ઉપકરણો બનાવે છે. કોરોના રોગચાળો શરૂ થયા પછી, કંપનીએ કોરોના વાયરસ ડિટેક્શન ડિવાઇસની રચના કરવાનું કામ શરૂ કર્યું.

ઓન્ટરીયોમાં બે લેબમાં કોરોના વાયરસ અંગે સંશોધન કર્યા પછી, કંપનીએ બાયોક્લાઉડ નામનું એક ઉપકરણ બનાવ્યું. આ ઉપકરણ હેન્ડ ડ્રાયર જેવું લાગે છે, પરંતુ તે હવાને અંદર તરફ ખેંચે છે અને તે પછી કોરોનાનું પરીક્ષણ કરવા માટે તે હવાનું વિશ્લેષણ કરે છે.

એક અહેવાલ મુજબ, કંપનીનું કહેવું છે કે તેનું ઉપકરણ શોધી શકે છે કે શું વાયરસ કોઈ ચોક્કસ જગ્યાએ હવામાં હાજર છે કે નહીં, જો પરિણામ પોઝીટીવ છે તો ત્યાં હાજર લોકોની અલગથી તપાસ કરી શકાય છે. આ ઉપકરણ ક્લાસરૂમ અથવા ઓફિસમાં પણ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.

કેનેડાની વેસ્ટર્ન યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડેવિડ હેનરીક્સે બાયોક્લાઉડ ડિવાઇસનું પરીક્ષણ કર્યું છે. કંપની નવેમ્બર સુધીમાં આ ડિવાઇસને માર્કેટમાં રજૂ કરવા જઈ રહી છે, જેની કિંમત લગભગ 8.8 લાખ રૂપિયા હશે. કંપનીને પણ વિશ્વભરમાંથી ઓર્ડર મળવાનું શરૂ થયું છે. હાલમાં કંપની દર મહિને 20 હજાર યુનિટનું ઉત્પાદન કરી શકે છે.

Image : source

6,236 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close