Entertainment

સલમાન પોતાના પનવેલના ફાર્મહાઉસ પર નેચરને એન્જોય કરતા જોવા મળ્યા, જુઓ વિડીયો

બોલિવૂડના દબંગ સલમાન ખાન છેલ્લા ઘણા મહિનાઓથી તેના પનવેલ ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહ્યો છે. કોરોના વાયરસને કારણે લોકડાઉન શરૂ થાય તે પહેલા સલમાન ખાન તેના પરિવાર સાથે પનવેલના ફાર્મહાઉસ પહોંચ્યો હતો. તે પછી, તેઓ તેમનો સમય ત્યાં પસાર કરી રહ્યા છે. આ સમય દરમિયાન પણ સલમાન ખાને તેની ઘણી સિંગિંગ વીડિયો શેર કરી હતી જેને લોકોને ખૂબ પસંદ આવી હતી. આવી સ્થિતિમાં હવે સલમાન ખાનનો નવો વીડિયો સામે આવ્યો છે. જ્યાં તે પ્રકૃતિની મજા માણતા જોવા મળે છે.

આ વીડિયોને સલમાન ખાનના બોડીગાર્ડ શેરાએ તેના સોશ્યલ મીડિયા પેજ પર શેર કર્યો છે. જ્યાં વરસાદની સિઝનમાં સલમાન તેની ટીમ સાથે પનવેલના સુંદર વાતાવરણમાં ફરવા ગયો છે. આ વીડિયોને શેર કરતાં શેરાએ લખ્યું કે ‘હું લેજન્ડને ફોલો કરી રહ્યો છું. મારા બોસ સલમાન ખાનને. ‘જુઓ આ વીડિયો પણ.

Source : Image 

260 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close