Entertainment

સલમાન ખાને બનાવ્યું અદભુત સ્કેચ, શેર કર્યો વીડિયો

બોલિવૂડના દબંગ સલમાન ખાન ઘણા બધા ટેલેન્ટથી ભરેલા છે. સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનય અને ચાર્મથી ચાહકોનું દિલ જીતી લેનાર આ અભિનેતા એક સારા ગાયક અને ચિત્રકાર પણ છે. સલમાનની આ આવડત ફરી એકવાર જોવા મળી રહી છે. કોરોનાવાયરસને કારણે બોલિવૂડમાં શૂટિંગ બંધ થઈ ગયું છે અને કામ સંપૂર્ણ રીતે અટકી ગયું છે. આવી સ્થિતિમાં દરેક સેલિબ્રીટી ફ્રી ટાઇમમાં ઘરે જાતે કંઈક નવું કરી રહ્યા છે. સલમાન ખાન પણ કંઈક આવું જ કામ કરતા જોવા મળ્યા છે.

હાલ જ સલમાને તેના સોશિયલ મીડિયા પર 2 મિનિટનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તે સ્કેચિંગ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં સલમાને આપણી સંસ્કૃતિની ઝલક બતાવી છે. વીડિયોની શરૂઆતમાં સલમાન ખાન કહે છે કે, “આપણે જે પ્રકારનાં કપડાં પહેરીએ છીએ તે આપણી સંસ્કૃતિની શ્રેષ્ઠ વસ્તુ છે.” જે બાદ સલમાને તેના સ્કેચિંગની શરૂઆત કરી. આ દરમિયાન તે રિતિકની ફિલ્મ કહો ના પ્યારનું  ગીત ગુનગુનાવી રહ્યા છે. સલમાન તેના કામમાં સંપૂર્ણપણે ડૂબેલા જોવા મળે છે. અને અંતમાં એક સુંદર સ્કેચ બનાવ્યો.

સલમાન ખાને શૂટિંગ કરવાનું બંધ કર્યું તે પહેલાં તે તેની નવી ફિલ્મ રાધેના શૂટિંગમાં વ્યસ્ત હતા. આ ફિલ્મમાં રણદીપ હૂડા, જેકી શ્રોફ અને દિશા પટની સલમાન સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Source : Image

443 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close