Entertainment

ચાહકનો ફોન ખૂંચવી લેવાનુું સલમાન ખાનને પડ્યું ભારે, એનએસયુઆઈએ ગોવામાં પ્રતિબંધ મૂકવાની કરી માંગ

બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ચાહકનો ફોન છીનવી લેવાનું ભારે પડ્યું છે. ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI) ને સલમાન ખાનનું વર્તન પસંદ નથી.

આઈએએનએસના સમાચારો અનુસાર એનએસયુઆઈએ જ્યાં સુધી સલમાન ખાન આ સ્નેચિંગ ઘટના માટે જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી સલમાન ખાનના ગોવામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

એનએસયુઆઈ સિવાય પૂર્વ સાંસદ અને ગોવાના ભાજપ સચિવ નરેન્દ્ર સાવઈકરે સલમાન ખાનના વર્તનને ખોટું ગણાવ્યું હતું. તેણે સલમાન ખાનનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. વિડિઓ પોસ્ટ કરતા તેમણે લખ્યું – સેલિબ્રિટી તરીકે લોકો અને ચાહકો તમારી સાથે જાહેર સ્થળોએ સેલ્ફી લેશે. તમારું વલણ અને વર્તન ખૂબ જ ખેદજનક છે. તમારે આ માટે માફી માંગવી જોઈએ.

Source : Image

774 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close