Health & Fitness

શરદપૂનમનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજો!

જો આપને આખું વર્ષ નિરોગી રહેવું હોય તો આપણે આપણા આરોગ્યની જાણવણી માટે એટલું ચોક્કસ કરીએ.

વર્ષમાં એક જ દિવસ એવો હોય છે કે જ્યારે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે આ દિવસે-રાત્રે ચંદ્રના જે કિરણો નીકળે છે એનાથી આપણા શરીરને નવી ઊર્જા મળે છે. ચંદ્રના કિરણો આ દિવસે એક અર્થમાં અમૃત વરસાવે છે

See the source image

Image : source

આજે આપણે વાત કરીએ ખડીસાકરની!

શરદ-પૂનમની રાત્રે આપણે જો ખડી સાકર (મોટા ટુકડાવાળી) ને અગાસીમાં મૂકી દઈએ તો આખી રાત્રિ ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોવાથી આ ચંદ્રના કિરણો આ ખડી સાકરમાં પ્રવેશે છે. શરદપૂનમની રાત્રિએ ચંદ્રની અંદરથી એવા ખાસ કિરણો નીકળે છે જે આપણા શરીરના આરોગ્ય અને મનને પરમ શાંતિ આપે છે.

See the source image

Image : source

ખડી સાકરની અંદર ચંદ્રની આવી નેચરલ અસર પ્રવેશે છે. ચોમાસું પૂરું થાય અને શિયાળો શરૂ થાય એની વચ્ચેનો જે સમય છે એ છે શરદઋતુ એટલે વર્ષોથી આપણે કોઈને આશીર્વાદ “શતમ જીવ શરદ:” તેવું બોલીએ છીએ કે 100 વર્ષની શરદપૂર્ણિમા સુધી નિરોગી જીવન જીવતા રહો!

See the source image

Image : source

ગાંધીની દુકાનેથી 5 કિલો જેટલી ખડીસાકર ખરીદીને લાવવાની શરદ પૂનમે એટલે કે આસો સુદ પૂનમ ,31મી ઓક્ટોબર, શનિવારે 2020ની રાત્રે અગાસીમાં એક મલમલ જેવા આછા સફેદ કપડામાં એને મૂકી દેવાની ઉપર જાળી ઢાંકી શકાય. આપ જે ખાટલામાં સાકર મૂકો એનાં ચારે પાયાની નીચે પાણી ભરેલું વાસણ રાખવાનું આમ કરવાથી કીડી કે મંકોડા સાકરને ખાવા નહીં આવી શકે.

See the source image

Image : source

સવાર સુધી આ ખડી સાકર અગાસીમાં રાખો એટલે ચંદ્રનાં શીતળ કિરણોની પિત્તશામક અસર એની અંદર આવી જશે. સવારે આ ખડી સાકરનાં થોડાંક નાના ટુકડા કરીને એને કાચની બરણીમાં ભરીને મૂકી રાખવાની. જ્યારે એસિડિટી થાય, પેટમાં દુઃખે, માથું દુઃખે ત્યારે આ ખડી સાકર ચૂસવાથી ખૂબ ઝડપથી એસિડ શાંત થશે. પિત્ત પેટમાંથી ઉપર ચડીને માથું દુઃખાડે છે.

See the source image

Image : source

આવા સમયે આ ખડીસાકર ચૂસવાથી પિત્ત શાંત થશે, સરવાળે માથું દુઃખતું મટશે. વર્ષ દરમિયાન આયુર્વેદની કોઈ પણ દવા કે અન્ય કિચન મેડિસીન લેતી વખતે એની સાથે આમાંથી થોડીક ખડીસાકર લેવાય તો એ દવાની અસર કરતાં વધુ સારી થશે.

થોડોક સમય કાઢીને આપણે પણ જો શરદ-પૂનમની રાત્રિએ અગાસીમાં બેસીએ તો આપણાં તન-મન ઉપર, આપણાં અગણિત ન્યૂરોન્સ પર એની અદભુત અસર થાય છે તો આવો શરદપુનમના તહેવારને વૈજ્ઞાનિક રીતે મનાવીએ.

See the source image

Image : source

શરદપૂનમની રાત્રે ચંદ્રના કિરણોમાં મુકેલી આ ખડીસાકર આપ સૌના મનને શાંત રાખી શકે એટલી તાકાત ધરાવે છે.

31મી ઓક્ટોબરે શરદપૂનમ છે હજુ આપની પાસે પૂરતો સમય છે તો કોઈપણ જગ્યાએથી 5-10 કિલો ખડી સાકર ખરીદીને સાકર લાવો અને અગાસીમાં રાખીને આપ પણ એનો લાભ જરૂર લેજો. કુદરતના ખોળે જીવવા પ્રયત્ન કરશો તો બીમારીઓ આપના ઘરની બારીમાં ડોકિયું કરવા પણ નહીં આવે.

બસ થોડી જીવનશૈલી બદલો અને જીવનભર નિરોગી રહો.

5,249 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close