Lifestyle

કોરોનામાં બદલાઈ રહ્યો છે શોપિંગ ટ્રેન્ડ

સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વને કોરોનાની મહામારીએ ભરડો લીધો છે. એક નાનકડા વાયરસે સમગ્ર વિશ્વના લોકોને માસ્ક પહેરતા કરી દીધા છે. આ વર્ષે કોરોના વાયરસના રોગચાળાને લીધે, લોકોએ બજારમાં જવાનું ઓછું કર્યું છે અને બજારમાં રૂબરૂ જઈને ખરીદી ઓછી કરી દીધી છે અને ઓનલાઇન શોપિંગ તરફ વધુ આકર્ષાયા છે. સાયબર સિક્યુરિટી કંપની McAfeeફીએ ઓનલાઇન શોપિંગ પર એક સર્વે રિપોર્ટ રજૂ કર્યો છે, જે બતાવે છે કે ભારતીય ગ્રાહકોએ ઓનલાઇન ખરીદીને પ્રાધાન્ય આપ્યું છે.

See the source image

Image : source

3.68 લાખ કરોડ રૂપિયાનું અધધધ ઈ-કોમર્સ માર્કેટ

આ સમયગાળા દરમિયાન, 68 ટકા ભારતીય ગ્રાહકોએ ઓનલાઇન ખરીદી વધારી છે. તેમાં દરેક વર્ગના ગ્રાહકોનું યોગદાન છે. જોકે, ઓનલાઇન શોપિંગ સાથે સાયબર ક્રાઇમ પણ વધવાની સંભાવના છે. અહેવાલ મુજબ, ત્રણમાંથી એક ભારતીય અઠવાડિયામાં ત્રણથી પાંચ દિવસ ઓનલાઇન ખરીદી કરે છે. તે જ સમયે, દરરોજ 15.7 ટકા ભારતીયો ખરીદી કરે છે. એક અહેવાલ મુજબ, ભારતમાં ઓનલાઇન ખરીદી કરનારાઓની સંખ્યા 18.5 કરોડ છે અને 2020 માં ભારતનું ઇ-કોમર્સ માર્કેટ 3.68 લાખ કરોડ છે.

See the source image

Image : source

ભારતીયો સુવિધાઓ પાછળ ખર્ચ કરવા છે તૈયાર

ઉત્સવની સિઝનમાં ઓનલાઇન વેચાણની આવકનો અંદાજ 6.5 અરબ ડોલર હતો. 73 ટકા ભારતીયો હવે સુવિધાઓ માટે ખર્ચ કરવા તૈયાર છે. એટલે કે, લોકોના હૃદયમાંથી આર્થિક સંકટનો ડર ઓછો થઈ રહ્યો છે. 15 થી 21 ઓક્ટોબર સુધીમાં, આ વર્ષે વિશાળ ઇ-કોમર્સ કંપની એમેઝોન અને ફ્લિપકાર્ટે ગયા વર્ષની તુલનામાં પોતાના વેચાણમાં 55 ટકાનો વધારો કર્યો છે.

See the source image

Image : source

મહામારીના આ સમયમાં ઓનલાઈન ખરીદી કરવું ઘણું સરળ બની રહ્યું છે. ખાસ કરીને જ્યારે લોકો ઘરમાં ક્વોરંટાઈન રહેવું પડી રહ્યું હોય ત્યારે ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતી હોમ ડિલિવરીની સુવિધા લોકોને ખૂબ જ ફાયદાકારક નીવડી છે.

See the source image

Image : source

માત્ર કરિયાણું જ નહીં પણ હવે તો શાકભાજી અને ફળો પણ ઓનલાઈન મળી રહ્યા છે.

3,964 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close