કોરોના વેકસીનથી થઈ શકે છે આ આડઅસરો

કોરોનાથી હવે રાહત મળશે એમ લાગી રહ્યું છે. ભારત સરકારે નજીકના ભવિષ્યમાં વેક્સિન મળે તેવા સંકેત આપ્યા છે. કદાચ તો જાન્યુઆરીની શરૂઆતમાં જ વેકસીન મળે એવા સમાચાર છે. જો કે વિદેશમાં વેક્સિનેશન પ્રોગ્રામમાં કેટલાક લોકોને આડ અસર થઇ છે. જેમાં તાવ આવવો, ઠંડી લાગવી વગેરે છે. અને વેક્સિનની અસર પાચનતંત્ર ઉપર પડતાં ઉલ્ટી, ગભરામણ, પેટમાં અને માથામાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
Image : source
કોરોના વાયરસની મહામારીથી લોકોને બચાવવા માટે વૈજ્ઞાનિકો સતત મહેનત કરીને વેક્સિન પર કામ કરી રહ્યા છે. ઝડપથી આવી રહેલી આ વેકસીન અંગે કંપનીઓ અને ડોક્ટરોએ ચેતવણી પણ જાહેર કરી છે કેમ કે કોઈપણ રસી વર્ષોની અથાગ મહેનત પછી બનતી હોય છે. પણ કોરોના માટે શોધાઈ રહેલી રસીમાં પૂરતો સમય આપી શકાયો નથી. અને એટલે જ લોકો પણ મૂંઝવણમાં છે કે રસી લેવી કે ન લેવી.
Image : source
વેક્સિન પછી થઈ શકે છે એલર્જી અથવા આડઅસર
કોરોનાની વેક્સિન લાગ્યા બાદ એલર્જી અથવા આડ અસરનો ભય વધી ગયો છે. આ વેક્સિનેશન પ્રોગ્રામ સફળ રહેશે કે નહીં તે ચિંતાનો પણ વિષય છે. અને આ પ્રોગ્રામ પછી તેના પરિણામોને પહોંચી વળવા માટે પૂરી રીતે તૈયાર રહેવું પડશે. અહીં અમે તમને વેક્સિનેશનની કેટલીક એવી આડઅસરો અંગે જણાવીએ છીએ જેને લઈને ડોક્ટરો ખૂબ વધારે ચિંતિત છે.
Image : source
યુકેમાં એક વોલિન્ટિયરને તાવ અને વધારે ઠંડી લાગવી જેવી આડઅસર
મોર્ડના કંપનીની વેક્સિન લગાવ્યા પછી એક વોલિન્ટિયરને તાવ અને વધારે ઠંડી લાગવી જેવી આડઅસર થઈ હતી. રસી બાદ કેટલાક કલાકોમાં જ આ વ્યક્તિને 102 ડિગ્રી તાવ આવ્યો હતો.. જો કે ઘણી વખત જ્યારે શરીરમાં એન્ટિબોડી બને છે ત્યારે માણસને હળવો કે ભારે તાવ આવી શકે છે.
Image : source
રસી બાદ થઈ શકે છે માથું દુખવાની સમસ્યા
રસીકરણ પછીથી માથું દુખવાની સમસ્યા પણ થઈ શકે છે. જેના માટે આપણે તૈયાર રહેવું પડશે. વેક્સીન લાગ્યા પછી દર્દીને માથું દુખવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય માનસિક તણાવ જેવી સમસ્યાઓ પણ રહે છે. .
Image : source
માણસના પાચનતંત્ર પર પણ થઈ શકે છે અસર
કોઈ વેક્સિનની અસર માણસના પાચનતંત્ર ઉપર પણ પડે છે. એક વોલિન્ટિયરને મોર્ડનાનો સૌથી વધુ ડોઝ આપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો, વેક્સિન લગાવ્યા બાદ કેટલાક કલાકો સુધી તેની તબિયત બગડતી રહી. આ વચ્ચે વોલિન્ટિયરને ઉલટી, ગભરામણ, પેટમાં દુખાવા જેવા લક્ષણો જોવા મળ્યા હતા.
Image : source
વેક્સિનેશન ભાગ પર સ્નાયુઓમાં દર્દ, સોજો
જે જગ્યા પર દર્દીને વેક્સિન આપવામાં આવે છે ત્યાં મોટે ભાગે સ્નાયુમાં દર્દ, સોજા સહિતની મુશ્કેલીઓ રહેતી હોય છે. આ ભાગમાં લાલાશ કે ચકામાની સમસ્યા પણ થઈ શકે છે. મોડર્ના, ફાઈઝર અને ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનિકા આ ત્રણેય વેકસીનમાં આ પ્રકારની આડઅસર દેખાઈ ચૂકી છે.
Image : source
માઈગ્રેન
માથામાં એક બાજુ દુખાવો અથવા તો માઈગ્રેન પણ એક મોટી સમસ્યા છે. એક રિપોર્ટ મુજબ ફાઈઝરની વેક્સિન ટ્રાયલનો હિસ્સો રહી ચૂકેલા વોલિન્ટિયરને રસીકરણ પછીથી માઈગ્રેનનું દર્દ ખૂબજ વધી ગયું હતું. તેણે કેટલાય લોકોને સલાહ આપી હતી કે આ વેક્સિન લેવાના એક દિવસ પહેલા રજા લઈને આરામ કરે. આ વેક્સિન માણસમાં માઈગ્રેન ઊભું કરી શકે છે.
Image : source
Disclaimer: ઉપરોક્ત માહિતી માત્ર મળેલ જાણકારીને આધારે આપવામાં આવી છે. એની સત્યતા અમે પ્રમાણિત કરતા નથી. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાતોનો અભિપ્રાય લેવો.