Science & Technology

જો દેખાય આ સંકેતો તો સમજો કે કમ્પ્યુટર થયું છે હેક..! ભૂલથી પણ ન અવગણશો

કોરોના મહામારીના પગલે દેશભરમાં સતત માહોલ બદલાઈ રહ્યો છે. આ દરમિયાન ચીન સાથેના સરહદ પર તણાવ પછી ભારત સરકારે સુરક્ષા કારણોસર ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક કરી. ભારત સરકારનું કહેવું હતું કે ચીનની કેટલીક એપ ભારતનો ડેટા હેક કરી રહી છે. અને સુરક્ષા કારણોસર આ તમામ એપ પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો.

તમારી જાણ બહાર હેકર્સ હેક કરી શકે છે તમારું કમ્પ્યુટર

આપણે સતત ઇન્ટરનેટના સંપર્કમાં હોઈએ છીએ. આજના જમાનામાં ઇન્ટરનેટ વગર કામ કરવું શક્ય જ નથી. આપણે આપણા કમ્પ્યુટર કે લેપટોપની સુરક્ષા માટે એન્ટીવાઇરસ સૉફ્ટવેર પણ નાખીએ છીએ. પણ આમ છ્તાં આપણી જાણ બહાર હેકર્સ આપણું કમ્પ્યુટર હેક કરી લે છે. હેક થયેલ કમ્પ્યુટરમાંથી હેકર્સ ઈચ્છે તે તમામ માહિતી મેળવી શકે છે. તમારી મહત્વની ફાઈલો, તમારા ફોટાઓ, તમારી વ્યક્તિગત માહિતી, તમારી બેન્ક વિગતો, તમારા પાસવર્ડ – એવી તમામ માહિતી જે તમારા કમ્પ્યુટરમાં હાજર છે તે હેકર્સ પાસે સરળતાથી પહોંચી શકે છે.

See the source image

Image : source

હવે પ્રશ્ન એ છે કે તમારું કમ્પ્યુટર હેક થયું છે તે વિશે તમને ખબર કેવી રીતે પડે? તમારા ડેટા, ફોટા અને પાસવર્ડને હેક થતાં બચાવવા માટે તમારા કમ્પ્યુટરમાં કોઈ બદલાવ આવ્યા હોય તો જોતાં રહો. આવો અહીં અમે તમને એવી કેટલીક ટિપ્સ બતાવીએ છીએ જેનાથી તમારું કમ્પ્યુટર હેક થયું છે કે નહીં તે જાણી શકાશે.

• કમ્પ્યુટરમાં cursor અચાનક એની જાતે ફરવા લાગે અને કઇંપણ સિલેક્ટ કરે તો સમજો કે તમારું કમ્પ્યુટર હેક થયું છે. આવું થાય તો સૌથી પહેલાં ઇન્ટરનેટ કનેક્શન બંધ કરી દો.
• તમારી કમ્પ્યુટરમાંની કોઈ ફાઈલો અચાનક ડિલીટ થઈ જાય તો તે આ હેક થયાની નિશાની છે. ચિંતા ન કરશો કેમ કે એ ફાઈલો ફરી રિસ્ટોર થઈ શકશે.
• વેબકેમમાં કોઈ ઈંડિકેશન આવતું હોય તો તરત સિસ્ટમ reboot કરો અને ફરી ચેક કરો. જો વેબકેમ ફરી ઑન થઈ જાય તો સમજવું કે કઇંક ગરબડ છે.

See the source image

Image : source

• કમ્પ્યુટર જો બહુ જ ધીમું થઈ ગયું હોય, સરળ એપ્લીકેશન ખૂલવામાં પણ ઘણો સમય લાગતો હોય તો હેક થવાની શક્યતા છે.
• સોશ્યલ એકાઉન્ટના ફ્રેન્ડ લીસ્ટમાં અચાનક તમારા ફ્રેંડ્સ વધી ગયા હોય તો તમારું એકાઉન્ટ હેક થયું છે.
• બ્રાઉઝરના ડેશબોર્ડ પર અચાનક icons નું વધી જવું એ ખતરાની નિશાની છે.

See the source image

Image : source

• કોઈપણ લૉગ ઇન માટેનો પાસવર્ડ તમે બદલ્યો ન હોય અને તેમ છ્તાં પાસવર્ડ ખોટો આવે તો તમારું કમ્પ્યુટર હેક થયું હોવાની સંભાવના છે. Forgot password માં જઈને તરત તમારો પાસવર્ડ બદલો.
• અસામાન્ય હોય એવી એન્ટી વાઇરસ વોંર્નિંગ સતત આવતી રહે તો એ ચિંતાનો વિષય છે.
• તમારા કમ્પ્યુટરનું એન્ટી વાઇરસ સૉફ્ટવેર જો જાતે ડિસેબલ થઈ જાય તો સમજવું કે તમારું કમ્પ્યુટર હેક થયું છે.  જો તે જાતે ડિસેબલ થઈ ગયું હોય તો તેને ફરી સ્વિચ ઑન કરો.

6,317 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close