News

આ છે ગુજરાત સરકારની બે મહત્ત્વની જાહેરાતો

આજ રોજ ગુજરાત સરકાર દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં સૌપ્રથમ તો ગુજરાત બોર્ડની બારમા ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ બીજી મહત્વની જાહેરાત કરી છે, જેનાથી વેપારીઓને રાહત મળશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારીગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓને તા.4 જૂન થી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.

રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીશ્રી એ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂન થી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો રહેશે

623 Views
Tags
Show More

Related Articles

Back to top button
Close