ભગવાન શિવજીના મંદિરમાં અડધી પરિક્રમા જ કેમ કરવામાં આવે છે?

આપણો દેશ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓનો ભવ્ય વારસો ધરાવે છે. તમામ ધર્મોમાં પરમશકિતને અત્યંત ભકિત સાથે પૂજવામાં આવે છે.
Image : source
એમાં સૌથી મોટા દેવ છે દેવોના દેવ મહાદેવ! શિવ, શંકર, ભોળાનાથ, શંભુ, મહાદેવ….કેટલાય નામ છે શિવજીના!
Image : source
તમે જ્યારે પણ શિવમંદિર જાઓ છો ત્યારે શિવજીની પૂરી પરિક્રમા નથી કરતા. પણ શું એનું કારણ તમે જાણો છો?
શિવજીની અડધી પરિક્રમા કરવાનો રિવાજ એટલા માટે કે ભગવાન શિવજીના સોમસૂત્રને આપણે લાંઘી નથી શકતા, જ્યારે આપણે અડધી પરિક્રમા કરીએ છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે, શિવલિંગને પ્રકાશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર… તમે આકાશમાં અર્ધ-ચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે. આ શિવલિંગ ફક્ત તેનું પ્રતીક નથી પરંતુ આખું બ્રહ્માંડ જ્યોતિર્લિંગ સમાન છે.
“અર્ધ સોમસુત્રાન્થમયાર્થ”: શિવ પ્રદક્ષિનિ કુર્વાણ સોમસૂત્ર ન લંગાયેત્। ઇતિ વચનામૃત.”
Image : source
સોમસૂત્ર એટલે શું?….
શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે. ભગવાન શિવની પ્રદક્ષિણામાં સોમસૂત્રનું ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે, નહીં તો દોષ મળે છે.
સોમસુત્રનો વર્ણન કરીને કહેવામાં આવ્યું છે કે ભગવાનને જે પાણી કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે સોમસૂત્રનું સ્થાન છે
Image : source
સોમસૂત્ર ને કેમ ન લાંઘવું જોઈએ ?
સોમસૂત્રમાં શક્તિનો સ્રોત છે, તેથી તેને લાંઘતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિત અને પાંચ અંતષ્ઠ વાયુ કે પ્રવાહ ઉપર વિપરીત અસર પડે છે જેથી દેવદત્ત અને ધનંજય વાયુ તેમજ અન્ય વાયુના પ્રવાહને અવરોધે છે. જેથી આપણા શરીર અને મન પર અસર પડે છે…તેથી શાસ્ત્રોક્ત આદેશ એ છે કે શિવનો અર્ધચંદ્રાકાર પરિક્રમા જ કરવી જોઈએ.
શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે કે સોમ સૂત્રને લાકડા, પાંદડા, પથ્થર, ઈંટ, વગેરેથી ઢાંકીને રાખવાથી પછી તેના ઉપર પરિક્રમા કરવાથી દોષ નથી લાગતો પરંતુ શાસ્ત્રોમાં એમ પણ કહેવાયું છે કે ‘શિવ્યાર્ધ પ્રદક્ષિણા કરવી જોઈએ જેનો મતલબ છે કે શિવની અર્ધ પરિક્રમા કરવી જોઈએ’.
Image : source
પરિક્રમા કઈ બાજુથી કરવી જોઈએ?
પરિક્રમા હંમેશા ડાબી બાજુથી શરૂ કરીને જમણી બાજુ જે અભિષેકનો પ્રવાહ હોય ત્યાં સુધી જઇને પાછા વિપરીત દિશામાં આવીને પૂરી કરવી જોઈએ…!